Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ

દેવભૂમિ દ્વારકા,તા. ૨૩: રાજય સરકારશ્રી દ્વારા કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાશે.

દેવભૂમી દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તાજેતરમાં શરૂ થયેલ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર છાત્રોને પ્રવેશ અપાવી શાળાના છાત્રોને પ્રોત્‍સાહીત કરાશે. આ ઉપરાંત છાત્રોનુ સન્‍માન,વક્‍તવય સહિતના આયોજનો હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૩૮૦ બાળકોને પ્રવેશ અપાવી પ્રોત્‍સાહીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમા મહાનુભાવો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્‍યક્ષશ્રીઓ તથા જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તેમજ જિલ્લાના વર્ગ-૧ તથા વર્ગ-૨ અધિકારીશ્રીઓ જોડાઇ પ્રાથમિક શાળા ખાતે જઇ તાજેતરમાં શરૂ થયેલ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ અપાવી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરશે. 

(12:02 pm IST)