Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દામનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

દામનગર : નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્‍કૂલ ખાતે ચીફ ઓફિસર રાજ્‍યગુરુના નેતળત્‍વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કોચના માર્ગદર્શન હેઠળ શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્‍કૂલ ખાતે નગરપાલિકાના કર્મચારી, શિક્ષકો, પાલિકાના સદસ્‍યો, અને સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, શહેરીજનોએ વિશ્વ યોગ દિન ઉજવણીમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.(તસ્‍વીર- અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(12:53 pm IST)