Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ખંભાળીયા ખામનાથ પાજ પર દરવાજા તથા નદીમાં ગંદા પાણીનો પ્રશ્ન રાજકોટ મ્‍યુનિ. રીજી. કમીશ્નર પાસે પહોંચ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ર૩ : ખામનાથ પાસે ચેકડેમના દરવાજા ચોમાસામાં પુર વખતે ખોલી ના શકાય તેમ હોય ત્‍યાં દીવાલ રીપેરીંગ કરીને નવા ઇલેકટ્રીક દરવાજા નાખવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ જે અંગે રાજકોટ રીજીયોનલ મ્‍યુનિ. કમીશ્નરે ના કહેતા ગઇ કાલે ખંભાળિયા પાલીકાના હોદ્‌ેદારોએ ઇજનેર સાથે આર.સી. એમ.ની મુલાકાત લીધી હતી તથા નકશા સાથે આ જગ્‍યાએ ગંદા પાણીના નિકાલ માટે અલગ કેનાલ ગટર વ્‍યવસ્‍થા તથા દરવાજા અંગે સમજાવ્‍યું હતું જે મુદ્દે આર.સી.એમ. ધીમંત વ્‍યાસે યોગ્‍ય લાગતા આગામી તા. ર૭/૬/રર ના રોજ ખંભાળિયા ટેકનીકલ ટીમ સાથે મુલાકાત લેવા આયોજન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે આ ચેકડેમના દરવાજા ના ખોલી શકાતા આ મુદે દરેક સાંસદ સુધી નજીકની સોસાયટીના રહીશોએ રજુઆતો કરીને પાણી ભરાતુ હોય આ પ્રશ્ને યોગ્‍ય કરવા માંગ કરી હતી જે અંગે પાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.

તાજેતરમાં રાજકોટ રીજીયોનલ મ્‍યુની કમિશ્નર ધીમંતકુમાર વ્‍યાસની મુલાકાતે તથા રજુઆતો માટે ખંભાળિયા પાલિકાના હોદેદારો તથા ઇજનેરની ટીમ ગઇ હતી જેમાં ચર્ચા થતા શહેરમાં  ૪૩ કરોડ ઉપરાંતના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના જે કાર્યરત ના થતા પાલિકા દ્વારા ઠરાવ કરીને પણ સંભળાઇ નથી.

આ ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થાને ઝોન વાઇસ પાણી પુરવઠા તથા કોન્‍ટ્રાકટ દ્વારા કંપલીટ તૈયાર કરી દેવાય તો પાલીકાની સંભાળવાની તૈયારી અંગે વારંવાર કહીને આ પ્રશ્નના નીરાકરણના પ્રયાસો કરાયા હતા કંઇ નિકાલ ના થતા આ બાબતે તાજેતરમા રાજકોટ આર.સી.એમ. ધીમંતકુમાર વ્‍યાસની સાથે આ પ્રશ્ન ચર્ચાતા તેમણે પાલિકા તંત્રને પા.પુ.બોર્ડના સંકલનથી આ પ્રશ્ન હલ કરવા અને ભૂગર્ભ ગટર ચાલુ થાય તો અનેક પ્રશ્નો ગંદા પાણીના હલ થાય તથા  કરોડોની યોજનાના કાર્યાન્‍વીત થવાના ફાયદાઓ મળેતમ હોય પા.પુ.બોર્ડના અધિકારીઓને આ બાબતે સુચના આપી છે જેની સંકલનથી આ પ્રશ્નનો નિકાલ થઇ જાય.

(12:55 pm IST)