Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગોંડલના બે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી ૬૮૪૯૦ રૂા. ઉપાડી લીધા

રાજકોટ તા. ૨૩ : ગોંડલમાં બે ગઠીયાએ વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી તેના ખાતામાંથી ૬૮૪૯૦ની રકમ ઉપાડી લેતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ પંચવટી સોસાયટી શેરી નં. ૩માં રહેતા ચંદ્રકાંતભાઇ જાદવજીભાઇ મકવાણા (ઉ.વ.૭૧) કડીયા લાઇન એસ.બી.આઇ. એટીએમ પાસે ઉભા હતા ત્યારે હાથમાંથી એટીએમ કાર્ડ પડી જતાં ત્યાં ઉભેલ બે શખ્સોએ નજર ચૂકવી આ એટીએમ કાર્ડ લઇ બીજુ એટીએમ કાર્ડ આપી ખાતામાંથી ૬૮,૪૯૦ની રોકડ રકમ ઉપાડી લીધી હતી.

વૃધ્ધના ખાતામાંથી રોકડ રકમ ઉપડી ગયાનો મેસેજ આવતા આ અંગે પોલીસને જાણ કરી હતી. ગોંડલ પોલીસે વૃધ્ધ ચંદ્રકાંતભાઇની ફરિયાદ ઉપરથી અજાણ્યા બે શખસો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ ગોલવેકર ચલાવી રહ્યા છે.

(1:00 pm IST)