Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગીર સોમનાથ સરકારી ઇંગ્‍લીશ સ્‍કૂલો શિક્ષકો વગરની !

ચાર વર્ષથી મંજુરી મળેલ હોવા છતાં કોઈ ભરતી નહી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ ઈગ્‍લીશ સ્‍કુલોને સરકાર દ્રારા મંજુર અપાયેલ છે તેમાં કોઈ શિક્ષકોની ભરતી છેલ્લા ચાર વર્ષથી થયેલ નથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના શિક્ષકો ભણાવતા હોય જેથી ખુબજ ઓછા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તો તાત્‍કાલીક ભરતી કરવા માંગ ઉઠી છે.
ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ કોડીનાર ગીરગઢડામાં સરકારી ઈગ્‍લીશ સ્‍કુલો ચાર વર્ષથી ચાલું કરાયેલ છે તેમાં ફકત ૧૦૦ થી ૧પ૦ વિદ્યાર્થીઓ ભણતા હોય તેવું અધિકારીઓએ જણાવેલ હતું કોડીનારમાં એક માત્ર ઈગ્‍લીશ ભણવતા શિક્ષક છે બાકી બધે ગુજરાતી ભાષાના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહેલ છે સરકાર દ્રારા ચાર વર્ષથી ત્રણેય શહેરમાં શાળા મંજુર કરાયેલ છે પણ કોઈ શિક્ષકની ભરતી કરાયેલ નથી.
અધિકારીઓએ જણાવેલ હતું કે રજુઆતો કરાયેલ છે હજુ સુધી ભરતી થયેલ નથી ધો.૧ થી પ માં પ્રવેશ અપાય છે વેરાવળમાં ફકત ત્રણ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે કોડીનારમાં એક શિક્ષક હોવાથી ત્‍યાં વધારે વિદ્યાર્થીઓ છે ગીરગઢડામાં પણ ખુબજ ઓછા વિદ્યાર્થીઓ છે ત્રણેય શાળામાં ૧૦૦ થી ૧પ૦ બાળકો શિક્ષણ લઈ રહેલ છે.
સરકાર દ્રારા ખાનગી શાળાઓને કરોડો કમાવી આપવા માટે શિક્ષકોની ભરતી કરતા નથી તેવો ખુલ્લેઆમ આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે વિરોધ પક્ષ તરીકે કોઈ વિરોધપણ કરતું નથી સામાન્‍ય મઘ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટી ફ્રી આપવી ખાનગી શાળાઓમાં ભણવું પડે છે સરકાર મોટી મોટી વાતો કરે છે પણ ચાર વર્ષથી કોઈ પણ ભરતી કરાગયેલ ન હોય તે હકીકત છે આ જીલ્લામાં તાત્‍કાલીક ધો.૧ થી ૧ર સુધી ની દરેક મુખ્‍ય શહેર માં ઈગ્‍લીશ ભણી શકે તે માટે શાળા ખોલવી જોઈએ અને તેમાં શિક્ષકો અને સ્‍ટાફ રાખવો  જોઈએ તેવી માંગ ઉઠી છે.

 

(1:04 pm IST)