Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જૂનાગઢ જિલ્લામાં કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ

કુલ ૧૦૨૨૯ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે

જૂનાગઢ તા. ૨૩ : જૂનાગઢ જિલ્લામાં તા.૨૩,ᅠ૨૪ અને ૨૫ જૂનના રોજ સતત ત્રણ દિવસ સુધી છ વર્ષ પૂર્ણ કરનાર જિલ્લાના કુલ ૧૦૨૨૯ જેટલા ભૂલકાઓને ધોરણ ૧ માં રંગેચંગે પ્રવેશ આપવામાં આવશે. આમ,ᅠજિલ્લાની તમામ ૭૨૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ ભૂલકાઓને શાળા પ્રવેશ ના વધામણા કરવા માટે જિલ્લાના પ્રભારી અને પરિવહન રાજયમંત્રી શ્રી અરવિંદ ભાઈ રૈયાણી અને પશુ અને ગૌસંવર્ધન રાજયમંત્રી શ્રી દેવાભાઈ માલમ કલેકટર શ્રી રચિત રાજ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે.
આ ભૂલકાઓને શાળા પ્રવેશ ના વધામણા કરવા માટે ના પરિવહન મંત્રી શ્રી અરવિંદ ભાઈ રૈયાણી અને રાજયકક્ષાના પશુ અને ગૌસંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમ કલેકટર શ્રી રચિત રાજ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે.
આ કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે રૂ.૫૮.૩૨ કરોડના કામોનુ મહાનુભાવોના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં શાળાઓના ઓરડાઓનુ અપગ્રડેશન, શૌચાલયનુ રિનોવેશન,ᅠકમ્‍પાઉન્‍ડ વોલ, સહિતના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત જિલ્લાની ૨૩ શાળાઓમાં ૮૯ નવા ઓરડાઓ બનાવવામાં આવશે. તેમજ માંગરોળ તાલુકાની ટાવર પે. સેન્‍ટર શાળાનુ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ નવા બિલ્‍ડિંગનુ ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે રૂ. ૨.૫૭ના કરોડના ખર્ચે નિર્માણ પામશે.
મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી તા.૨૪ જૂનના રોજ કણઝા,ᅠકણઝડીᅠઅને મોટા કાજલીયાળા તેમજ પશુ અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમᅠતા.૨૫ જૂનના રોજ સોંદરડા,ᅠમેસવાણા અને કોયલાણાની પ્રાથમિક શાળાના પ્રવેશત્‍સોવમાં ઉપસ્‍થિત રહેશે.ᅠᅠ
ઉલ્લેખનીય છે કે,ᅠવર્ષ ૨૦૦૨-૦૩ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને વેગ અને પ્રવેશપાત્ર એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે હેતુસર તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો હતો.

 

(1:06 pm IST)