Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કોંગ્રેસ દ્વારા સોમનાથથી વિધાનસભાની ચુંટણીના શ્રી ગણેશ

મારૂ બુથ મારૂ ગૌરવ યાત્રામાં મોટરસાઈકલ રેલીનું આયોજન

વેરાવળ, તા.૨૩: કોંગ્રેસ દ્રારા સોમનાથ દાદાને ઘ્‍વજા ચડાવી ર૦રરની ચુંટણીની વિજય યાત્રાની શરૂઆત કરવામાં આવશે મારૂ બુથ મારૂ ગૌરવના અનુસંધાને પ્રભારી, પ્રમુખ સહીત અનેક નેતાઓ ઉપસ્‍થિતી રહેશે તેની આગેવાની હેઠળ કાર, મોટરસાઈકલ રેલીનું આયોજન કરાયેલ છે.
સોમનાથ વિધાનસભાના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા એ જણાવેલહતું તા.ર૪ના રોજ મારૂ બુથ મારૂ ગૌરવ અતંર્ગત કોગ્રેસ ની બેઠક નું આયોજન કરાયેલ છે તેમાં પુર્વ કેન્‍દ્રીય મંત્રીઓ, રાજયસભાના સાંસદો, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર,ર૧ ધારાસભ્‍યો, જીલ્લા / તાલુકા પ્રમુખો સહીત સૌરાષ્‍ટ્રભરના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહેશે ત્‍યારે સવારે ૯ કલાકે વેરાવળ બાયપાસથી સોમનાથ મંદિર સુધી મોટરકાર,મોટર સાઈકલ રેલીનું આયોજન કરાયેલ છે તે શહેરના મુખ્‍ય માર્ગો ઉપર થઈને સોમનાથ પહોચશે ત્‍યાં ઘ્‍વજા આરોહણ કરવામાં આવશે. ભોળાનાથને શિશ નમાવી ર૦રરમાં વિધાનસભાની ચુંટણીમાં કોગ્રેસનો વિજય થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે આ માટે ગીર સોમનાથ જીલ્લાના ધારાસભ્‍યો, આગેવાનો તૈયારી કરી રહેલ છે.

 

(1:17 pm IST)