Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ખંભાળિયામાં એસ.ટી.ડેપો પાસે મુસાફરોની હેરફેર કરનારા સામે એસ.ટી. તંત્રના પગલાઃ ૮ વાહનો ડિટેઇન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ : એસ.ટી.ડેપો મેનેજર તથા તેમની ટીમે પોલીસ તંત્રને સાથે રાખીને સપાટો બોલાવીને જુદા જુદા વિસ્‍તારોમાં ખાનગી મુસાફરોની હેરફેર કરતા આઠ વાહનો ડીટેન કરીને બસ સ્‍ટેશનમાં રાખીને આ તમામ વાહનચાલકો પર કેસ કરાવીને કડક કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદે મુસાફરોની હેરફેર કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્‍યાપ્‍યો છ.ે

સામાન્‍ય રીતે પોલીસ કે આર.ટી.ઓ. ચેકીંગ તથા દંડાત્‍મક કાર્યવાહી કરતા હોય છે ત્‍યારે અહી એસ.ટી.ડેપો મેનેજર તથા તેમની ટીમ મેદાને પડતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છેે.

(1:34 pm IST)