Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પોરબંદરના રાણાવાવમાં અઢી ઇંચ, કુતિયાણા તથા પોરબંદર શહેરમાં સવા ઇંચ વરસાદ : જિલ્લામાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો : વીજળી પડતા 4 પશુઓના મૃત્યુ

પોરબંદર : જિલ્લામાં બપોરે 12 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો,સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદરમાં 28 મી,મી, રાણાવાવમાં 54 મી,મી,તથા કુતિયાણામાં 29 મી,મી, વરસાદ નોંધાયો છે,

વીજળી પડતા રાણાવાવના ભોળમાં બાલ્ડ,રાણા કંડોરણામાં ભેંસ,તથા કુતિયાણામાં 2 ભેંસોના મોત નિપજ્યા છે

(7:47 pm IST)