Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ધોરાજી શહેર યુવા ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પ યોજાયો

શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિષય ઉપર પ્રાસંગિક ઉદબોધન કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજીમાં શહેર યુવા ભાજપ મોરચા દ્વારા ભાજપના સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ ની ઉજવણી ધોરાજી ખાતે આવેલ પટેલ રંગમંડપ ખાતે કરવામાં આવી હતી

 આ પ્રસંગે કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ યુવા ભાજપના જિલ્લા અગ્રણી પરેશભાઈ વાગડિયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી પૂર્વ પ્રમુખ લલીતભાઇ વોરા શહેર મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા જયસુખભાઇ ઠેસીયા એડવોકેટ રાજુભાઇ બાલધા શહેર મંત્રી ધીરુભાઈ કોયાણી ધોરાજી તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન માવાણી ધોરાજી તાલુકા સંઘના ઉપપ્રમુખ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા વિગેરેના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું આ સમયે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ  નિલેશભાઈ કણસાગરા યુવા ભાજપના ઉત્કર્ષ શિરોયા લાખાભાઈ બકુડીયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ બટુકભાઈ કડોલીયા મનસુખભાઈ અંટાળા (ભાજપ)સાગર અંટાળા કિરીટભઈ વઘાસિયા યુવા ભાજપના હરેશભાઈ ઓઢવાણી અંકિત બાલધા વિગેરે શહેર તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન લલીતભાઈ વોરા અને જનકસિંહ જાડેજાએ કર્યું હતું
ઘોરાજી શહેર યુવા ભાજપ દ્વારા રાજકોટ નાથાણી બ્લડ બેન્ક દ્વારા   બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ જેમાં રક્તદાન એ જીવનદાન ના સંકલ્પ સાથે લોકોએ મહારક્તદાન લાભ લીધો હતો

(8:09 pm IST)