Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સૌરાષ્ટ્રના છોટે સરદાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્રુતિય પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે સૌરાષ્ટ્રના 15 થી વધુ શહેર અને તાલુકામાં સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પનું આયોજન

અનેક સ્થાનો ઉપર કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું રક્તતુલા દ્વારા સન્માન કરાશે: જામકંડોરણા જેતપુર અરડોઈ રાણપુર રાજકોટ ધોરાજી ગોંડલ જસદણ ઉપલેટા સહિત સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા શહેરોમાં મહા રક્તદાન કેમ્પ સાથે મેગા સર્વ રોગ કેમ્પનું ભવ્ય આયોજન કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સૌરાષ્ટ્રમાં છોટે સરદાર ગણાતા સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્રુતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 29 ને ગુરુવારના રોજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી રાજકોટ જીલ્લો તેમાં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં મેગયા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
જેના ભાગરૂપે જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે તારીખ 29 ને ગુરુવારના રોજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા કન્યા છાત્રાલય ખાતે ખોડલધામ સમિતિ જામકંડોરણા ખોડલધામ યુવા સમિતિ જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ જામકંડોરણા વિગેરે અમથા ઓ ના ઉપક્રમે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રી ચેતનાબેન રાદડિયાના વરદ હસ્તે સર્વરોગ કેમ ને ખુલ્લો  મુકવામાં આવશે આ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા રાજકોટ rdc બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે અને ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે  વિઠ્ઠલભાઈ રાદડિયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરણા તેમજ ખોડલધામ સમિતિ જહેમત ઉઠાવી રહી છે
સાવજ નું કાળજું પુસ્તકનું વિમોચન
સર્જક શ્રી રવજી ગાબાણીના કર્મે લખાયેલી આપણે બાંધી લીધેલી ધારણાઓને ધ્વસ્ત કરતી વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન કવન ની કેટલી હદય સ્પર્શી કથાઓ એટલે "સાવજ નું કાળજું" પુસ્તકનું વિમોચન તારીખ 29 ને ગુરુવારના રોજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાદડીયા પરિવાર ની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવશે
જેતપુર ખાતે સિટી કાઉન્સિલ  જેતપુર દ્વારા રાહત સમિતિ જેતપુર તેમજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જેતપુર દ્વારા સ્વ.વિઠ્ઠલભાઈ  રાદડીયા ની દ્રુતિય પુણ્યતિથિ નિમિત્તે તારીખ 29 ને ગુરુવારના રોજ મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું ઉદઘાટન  કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવશે આ સમયે ૨૦ થી વધુ નામાંકિત ડોક્ટર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ તમામ દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે આ સાથે લેવા પટેલ સમાજ ભવન પાર્ટી પ્લોટ ધોરાજી રોડ જેતપુર ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પ તથા મેઘા સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે સિટી કાઉન્સિલ જેતપુરના મનહરભાઈ વ્યાસ મનીષભાઈ કરેડ તેમજ રાહત સમિતિ ટ્રસ્ટ જેતપુરના રાજુભાઇ હિરપરા વસંત પટેલ તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઇ રામોલિયા ચેતનભાઇ જોગી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
ઉપલેટા શહેર તાલુકા સહકારી પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન
તારીખ 29 ને ગુરુવારના રોજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી લેવા પટેલ સમાજ સહિદ અર્જુન રોડ ઉપલેટા ખાતે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે અને રક્ત તુલા દ્વારા મંત્રી જયેશભાઇ રાદડીયા નું સન્માન કરવામાં આવશે
કેમ્પને સફળ બનાવવા માટે ઉત્તમભાઈ ઠુમર સંજયભાઈ મુરાણી રાજુ ભાઈ મુંજપરા વિનુભાઈ ઘેરવડા સાથે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખોડલધામ સમિતિ ખોડલધામ મહિલા સમિતિ લેવા પટેલ યુવક મંડળ સરદાર પટેલ ફાઉન્ડેશન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ jci નગરપાલિકા ઉપલેટા તાલુકા પંચાયત ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘ હરીભાઈ ઠુંમર ડિરેક્ટર એડીસી બેંક વગેરે સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે
જસદણ વિછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન
વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રષ્ટિ પુણ્યતિથિ નિમિત્તે તારીખ 29 ને ગુરુવારના રોજ જસદણ ખેડૂત મિટિંગ હોલ માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે ૨ થી સાંજના પાંચ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેને સફળ બનાવવા માટે જસદણ તાલુકા અને વિછીયા તાલુકા સહકારી પરિવાર તેમજ એપીએમસી જસદણ ના તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે
જૂનાગઢ જિલ્લાના રાણપુર ભેસાણ ખાતે ભવ્ય મેગા સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વિઠ્ઠલભાઈ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે રાણપુર તાલુકો ભેસાણ જીલ્લો જુનાગઢ ખાતે  હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં તારીખ 29 ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકથી બપોરના ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તમામ રોગ ના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી સેવા આપવામાં આવશે તથા દવાઓ પણ આપવામાં આવશે જે અંગે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ ના સહયોગથી તેમજ જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડા તેમજ ડોક્ટર આકાશ કોરાટ  ટીમના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે
ગોંડલ ભોજરાજપરા ગ્રુપ દ્વારા ભવ્ય મહારક્તદાન કેમ્પ નું આયોજન
ગોંડલ ભોજરાજપરા ગ્રુપ દ્વારા તારીખ 29 ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ નિમિત્તે પટેલ વાડી જેલ ચોક ગોંડલ ખાતે સવારે સાત વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પને સફળ બનાવવા માટે ગોંડલ નગરપાલિકા ગોંડલ માર્કેટિંગ યાર્ડ જગદીશ્વર મહાદેવ મંદિર ગ્રુપ લાયન્સ કલબ થી ગ્રુપ રોટરી કલબ કલબ જય સરદાર ગ્રુપ ગબ્બર ગરબી મંડળ ખોડલધામ ગ્રુપ ગોલ્ડન ગ્રુપ ભોજપરા રાજકોટ જિલ્લા સંઘ સેવા ગ્રુપ ગોંડલ તાલુકા માજી સૈનિક  યુવક મંડળ યુવાશક્તિ ગ્રુપ ગોંડલ વગેરે સંસ્થાઓના સહયોગથી મહારક્તદાન કેમ્પ થશે જેને સફળ બનાવવા માટે અમિતભાઈ વડાલીયા ઘનશ્યામભાઈ માલવિયા હિરેન ભાઈ રૈયાણી તેમજ મયુરભાઈ સાટોડીયા ઉમેશભાઈ ધડુક વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
લેવા પટેલ સમાજ વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે પટેલ ગ્રુપ hardoi ગુંદાસરા રાજગઢ સોનિયા દ્વારા આયોજિત તારીખ 29 ને ગુરૂવારના રોજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી લેવા પટેલ સમાજ હોલ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે
કાલાવડ સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ
કાલાવડ લેવા પટેલ સમાજ ખાતે તારીખ 29 ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલું છે
રાજકોટ ખાતે જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તારીખ 29 ને ગુરુવારના રોજ સવારના આઠ વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી આલ્ફા વન world women હોસ્પિટલ ની બાજુમાં આસ્થા રેસીડેન્સી ની સામે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે ભવ્ય મેગા બ્લડ ડોનેશન નો આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડીરેકટર લાલિતભાઈ રાદડિયા તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે
ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે
ધોરાજી ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ યુવા સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ ઉપક્રમે તારીખ 29 ના ગુરૂવારના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી લેવા પટેલ સંસ્કૃતિ ભવન ધોરાજી ખાતે મહારક્તદાન કેમ્પ નો સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા મેઘા રક્તદાન કેમ્પનું આયોજન
કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા લેવા પટેલ સમાજ સરદાર ચોક કેશોદ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી તારીખ 29 ના ગુરૂવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેનો ઉદ્ઘાટન દેશી બેંકના ડાયરેકટર લલીતભાઈ રાદડિયા ના વરદહસ્તે કરવામાં આવશે
અરવલ્લી જિલ્લાના બાયડ ગામ ખાતે જય અંબે મંત્રોથી મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મા માન્ય શ્રી જયેશભાઇ રાદડીયા ની પ્રેરણાથી તિથીભોજન રાખવામાં આવેલ છે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ની સ્મૃતિમાં રાજકોટ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે
રાજકોટ શહેર રાજકોટ તાલુકો અને લોધિકા તાલુકા સહકારી પરિવાર દ્વારા તારીખ 29 ને ગુરુવારના રોજ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વાણીયાવાડી પટેલ સમાજ રાજકોટ ખાતે એ સવારે આઠ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને સમૃતી માં મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે
15 થી વધુ સ્થાનો ઉપર તારીખ 29 ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે મેગા સર્વરોગ નિદાન કેમ્પ  તેમજ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાની ટીમ જૂનાગઢ જિલ્લાની ટીમ તેમજ ખોડલધામ સમિતિ મહિલા સમિતિ યુવા સમિતિ તેમજ અને સામાજિક સંસ્થાઓ આ મેગા મેડિકલ કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયાનો અનેક સ્થાનો ઉપર રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવશે
મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જામકંડોરણા કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય ના અગ્રણીઓ ટ્રસ્ટીઓ તેમજ રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે

(9:43 pm IST)