Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોરબી ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

જનરલ હોસ્પિટલ ખાતે 35 બાળકોને બોલાવીને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી

મોરબી :  આર ડી એન પી પ્લસ રાજકોટ સંસ્થા દ્વારા રાજકોટ અને મોરબી જીલ્લામાં એચઆઈવી પીડિત લોકો માટે વિવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે મોરબી જીલ્લામાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને મોરબી એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ ખાતે બોલાવીને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી

 મોરી ખાતે ૩૫ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી બાળકોને અભ્યાસમાં કોઈ રૂકાવટ ના આવે કાર્યક્રમના પ્રારંભે આરડીએનપી પ્લસના પ્રમુખ જગદીશભાઈ પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર જયેશભાઈ પઢારીયા દ્વારા મહેમાનો અને બાળકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં એચઆઈવી પીડિત અસરગ્રસ્ત બાળકોને મોરબી અને રાજકોટના દાતાઓના સહયોગથી એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

(9:45 pm IST)