Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજ્યમાં ટીડીઓની બદલીના આદેશ ; મોરબી જીલ્લાના ચાર તાલુકામાં નવા ટીડીઓ મુકાયા

રાજ્યના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી

મોરબી :  રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે
જેમાં મોરબી ખાતે ફરજ બજાવતા ટંકારાના ટીડીઓ નાગાજણ તરખાલાની રાજકોટ તાલુકા વિકાસ અધિકારી, મોરબી જીલ્લા પંચાયતના નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા મિતાલી ગઢવીની બદલી ગાંધીનગર વિકાસ કમિશ્નર કચેરીમાં ચીટનીશ તરીકે બદલી કરવામાં આવી છે જયારે જીલ્લા પંચાયતના નાયબ ચીટનીશ ગોવિંદભાઈ ચૌધરીની બદલી રાજુલા તાલુકા વિકાસ અધિકારી તરીકે કરાઈ છે
 મોરબી જીલ્લાના ચાર તાલુકામાં નવા તાલુકા વિકાસ અધિકારી મુકવામાં આવ્યા છે જેમાં તાલાલાના ટીડીઓ જ્યોતિ બોરીચાની વાંકાનેર ટીડીઓ, ધોરાજીના હર્ષવર્ધનકુમાર જાડેજાની ટંકારા ટીડીઓ, કચ્છ જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જ્યોતિ પારેખની હળવદ ટીડીઓ તરીકે તેમજ કચ્છ જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા રીઝવાન અબ્બાસભાઈ કોઢિયાની માળિયા (મી) તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે

(8:24 pm IST)