Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોરબીમાં એક જ દિવસમાં ૧૦,૧૯૨ લોકોને રસીનો ડોઝ, અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર

જીલ્લામાં ૪૫ થી વધુ ઉમરના ૩૭૨૯ નાગરિકો અને ૧૮ થી ૪૪ વર્ષના ૬૩૭૧ નાગરિકો તેમજ ખાનગીમાં ૯૨ યુવાનોને રસીના ડોઝ અપાયા

મોરબી જીલ્લામાં વિધ્નો વચ્ચે પણ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે વચ્ચે રસીની અછત જોવા મળી હતી તો હવે રસીકરણ અભિયાન ફરીથી પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આજે એક જ દિવસમાં ૧૦,૧૯૨ નાગરિકોને રસીનો ડોઝ અપાયો હતો
આજે મોરબી જીલ્લામાં ૪૫ થી વધુ ઉમરના ૩૭૨૯ નાગરિકો અને ૧૮ થી ૪૪ વર્ષના ૬૩૭૧ નાગરિકો તેમજ ખાનગીમાં ૯૨ યુવાનોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા અને એક જ દિવસમાં ૧૦,૧૯૨ નાગરિકોને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે તો રસીકરણ અભિયાન શરુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીનો હાઈસ્કોર હોવાનું પણ આરોગ્ય વીભાગના અધિકારીએ જણાવ્યું હતું

(8:23 pm IST)