Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

'સ્પા'માં મારી પાસે મસાજને બદલે કરાવાય છે દેહ વ્યાપાર : ૨૫ વર્ષીય યુવતીની ફરિયાદથી ખળભળાટ

ગાંધીધામ પોલીસે એક મહિલા સહિત ત્રણની કરી ધરપકડ : સ્પાના ઓઠા તળે ચાલતા ગંદા ધંધા ઉપર કાયદાની લગામ કસવી જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : ગરવી ગુજરાતની સંસ્કૃતિને હવે બદલતા જમાનાની લાગેલી હવા ધક્કો પહોંચાડી રહી છે. દારૂ, હુક્કાબાર અને ગાંજાના ધમધમતા નશા પછી હવે સ્પાનું દૂષણ વકર્યું છે. રાજય સરકારના કડક કાયદા અને કાનૂન ઉપરાંત પોલીસને પડકાર ફેંકી ગોરખધંધાઓ ચાલી રહ્યા છે.

ગાંધીધામમાં ૨૫ વર્ષીય એક યુવતીએ સ્પા ના ઓઠા તળે પોતાની પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાની કરેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે ખળભળાટ સજર્યો છે. ગાંધીધામના ઓમ સિને પ્લેકસ કોમ્પલેક્ષમાં ચાલતા સ્પાના સંચાલકો સામે ૨૫ વર્ષીય યુવતીએ પોતાની પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાની કરેલી ફરિયાદ ને પગલે પોલીસે સંચાલકો ભવિશ્યાબેન છતવાણી નામની મહિલા તેના પતિ અમિત છતલાણી અને સંજય મહેતા સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ સ્પામાં અન્ય યુવતીઓ સાથે પણ દેહ વ્યાપાર કરાવાતો હોવાનું જણાવાયું છે. દરમ્યાન હરકતમાં આવેલ પોલીસે ઓમ સિને પ્લેકસ બિલ્ડિંગમાં ચાલતા અન્ય બે સ્પા ગ્લેમર અને સાયલન્સ સ્પાના સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

(10:52 am IST)