Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કચ્છ જીલ્લા પંચાયતની સમિતિઓનાં ચેરમેનોની વરણીમાં અંજાર તાલુકાને હળહળતો અન્યાય

જીલ્લા પંચાયતની એકપણ સમિતિનાં ચેરમેનપદે અંજાર તાલુકાનાં જીલ્લા પંચાયત સદસ્યોને સમાવવામાં આવેલ નથી. જયારે અન્ય તાલુકાનાં બે-બે સદસ્યોને સમાવવામાં આવ્યા જે કેટલી હદે વ્યાજબી?? કચ્છ જીલ્લા કોંગ્રેસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. કચ્છ જીલ્લા પંચાયતનાં પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબળ દ્વારા જણાવાયું છે કે આજરોજ કચ્છ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનાં ચેરમેનશ્રીઓની વરણી કરાઇ જેમાં અંજાર તાલુકાનાં ચૂંટાયેલા જીલ્લા પંચાયતનાં સદસ્યો પૈકી એક ને પણ સમિતિનાં ચેરમેન બનાવેલ નથી જે સમગ્ર અંજાર તાલુકાની પ્રજા - મતદારો સાથે હળહળતો અન્યાય છે.

અંજાર તાલુકાનાં ૭૦ ગામો છે. ગ્રામ્ય વિસ્તારમાં દોઢ લાખ જેટલી વસ્તી છે. આ વિસ્તારે ભાજપને ખોબે-ખોબે મત આપેલ છે છતાં એકપણ જી. પં.ની સમિતિમાં અંજારનાં પ્રતિનિધીઓને ચેરમેન બનાવવાનું ભાજપને યોગ્ય નથી લાગે શા માટે?? કે પછી અંદરો અંદરની રાજકીય હુંસાતુસીનાં કારણે ઉપરાંત રાજયમંતરી વાસણભાઇ આહિરનાં મત વિસ્તારમાં તેનું ખરાબ લાગે તે માટે તો અનદેખી કરવામાં આવેલ છે?? શું અંજાર વિસ્તારનાં ભાજપનાં ચૂંટાયેલા જીલ્લા પંચાયત સદસ્યો ચેરમેન બનવા સક્ષમ નથી??
ઘણા તાલુકાઓમાંથી બે-બે સમિતિઓના ચેરમેનપદો આપેલ છે. જયારે અંજાર જેવા તાલુકાને સંપૂર્ણ બાકાત કરેલ છે. આ બાબત શું પાઠવવામાં આવે છે.
નવા વરાયેલા સમિતિઓનાં ચેરમેનશ્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે. પંચાયતીરાજનાં કાયદાની મર્યાદામાં રહી તેઓ કચ્છનાં ગ્રામ્યવિસ્તારો વધુ વિકાસ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ઉપરાંત કચ્છમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ સામે અસરકાર લડત આપી કોરોનાને નેસ્તનાબુદ કરવામાં આવે તેવી નકકર કામગીરી કરવા ચેરમેનશ્રીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે. એવું જીલલ પ્રવકતા ગનીભાઇ કુંભાર દ્વારા જણાવાયું છે.

(11:29 am IST)