Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દેવચકલી પોતાના બચ્ચાને ખવડાવતી હોય તેની દુર્લભ તસ્વીરો

વાંકાનેર : વાઇલ્ડ લાઇફ તસ્વીરકલા અત્યંત ધિરજ માંગી લે છે, તેમાય બર્ડઝ ફોટોગ્રાફી ખૂબ જ સમય માંગી લે છે. તેમાંય દેવચકલી (ઇન્ડીયન રોબીન) ચકલી ઓનલી ૩ ઇંચ જેવી ટચુકડી ચકલી નર - માદા બંને અલગ અલગ રંગના હોય છે. નરને માદામાં સંપુર્ણ બ્લેક નર હોય છે તો માદા રાખોળી અને સફેેદ પીળી બ્લેક પૂંછડી હોય છે. બંનેની સાઇઝ સેમ સાઇઝની હોય છે પણ રંગનો તફાવત ઘણો છે. દેવચકલી વિશ્વના શ્રેષ્ઠ ગાયક પંખીઓના કુળનુ આ પંખી છે. સીસોટી મીઠી હોય છે. ઝાડની ડાળીના છેડે લગભગ બાંધે છે. ચીથરા, રૂ, સાંઠીઓ, ઘાસથી ભુખરા રંગનો માળો લંબ ગોળાકાર માળો કરે છે. તેમા ગોળાકાર પ્રવેશદ્વાર રાખે છે. ચોમાસામાં મુખ્યત્વે ઇંડા ત્રણ મુકે છે...!? વાંકાનેર ગાયત્રી મંદિરના લીમડાની લટકતી ડાળીએ આ માળો કરી ત્રણ બચ્ચા માળામા છે તેની જાણ વાઇલ્ડ લાઇફ તસ્વીરકાર ભાટી એનને થતા તેમણે અત્યાધુનીક કેમેરા ટેલીલેન્સના માધ્યમથી અસંખ્ય સ્નેપથી ફોટો પાડેલ અને ઘણો સમય સ્ટેન્ડમાં કેમેરા રાખી કલાકોના કલાકો ધીરજ રાખી બેનમુન અફલાતૂન તસ્વીરો લેવામાં સફળતા સાપડી એકવાર આવ્યા બાદ અડધી કલાકે વારાફરતી નર-માદા આવે તેની દુર્લભ તસ્વીરોમાં ૩ નાના બચ્ચાને ખોરાકમાં લીલી ઇયળો જીવાતો ચાંચમાં લાવી ત્રણે બચ્ચાને વારાફરતી ખવડાવે અને ચરક કરે તો સફાઇ કરે ગોળાકાર સફેદ ચરકને માળા બહાર નાખી આવે આવી દેવચકલીની રોજનીશી તસ્વીરોમાં લેવામાં આવી તેમાંથી ચુંટેલી તસ્વીરો અત્રે પ્રસ્તુત છે.(આલેખન-તસ્વીર : ભાટી.એન)

(11:35 am IST)