Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચોટીલાના પાચવડાના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પકડવા દોડધામ

૨૫ લાખનો દારૂ પકડાવ્યાની શંકાનો લોહિયાળ અંજામ : પાંચ સંતાનોના પિતાના મરણથી પરિવારનો માળો વિખાયો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૨૩ : પંથકના પાચવડા ગામે એકજ પરિવારના કૌટુંબિક ભાઇએ જ છરી ઘા મારી હત્યા નિપજાવતાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પાચવડાના ૪૦ વર્ષના રહીશ મેટાળીયા છનાભાઇ ગોબર ભાઇ મેટાળીયાની તેના બે પિતરાઈ ભાઈઓએ છરીના ઘા મારી નિર્મમ હત્યા નિપજાવતા નાનાકડા ગામમાં સ્તબ્ધતા છવાઇ ગયેલ છે.
ફરીયાદી એવા મૃતકના ભત્રીજા ભાવેશભાઇ ના કહેવા મુજબ ગામ નજીક આવેલ ભવુય હનુમાનજી મંદિરે આરોપી જેસાભાઇ અરજણભાઇ મેટાળીયાએ થોડા મહિના અગાઉ ખેરાણાથી પકડાયેલ તેના ૨૫ લાખના ઇગ્લીશ દારૂની બાતમી પોલીસને આપેલ તે બાબતે અને ભોગબનનાર છનાભાઇ ગોબર ભાઇ સાથે બોલાચાલી થયેલ પરંતુ ત્યાં હાજર લોકોએ બંન્ને ને છુટા પડાવેલ અને ત્યાં થી આરોપી અને તેનો ભાઇ જયંતીભાઇ સાથે જતા રહેલ અને થોડા સમય બાદ ફરીયાદી તેના કાકાને બાઇક પર લઈને નિકળેલ જેઓને થોડે આગળ ઉતારેલ અને તે જાય તેવામાં કાકાનો બચાવ બચાવનો અવાજ સંભળાતા જોતા બંન્ને આરોપીઓ છરી વડે તેના કાકાને મારતા હતા દેકારો થતા થોડા સમયમાં ફરીયાદીના પિતા આવતા બંન્ને આરોપીઓ તેમને મારવા દોટ મુકેલ પણ નજીક આશ્રમમાં રહેલા આવશે તેવા ડરથી નાસી ગયેલ હતા. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લાવતા ડોકટરે મૃત પામેલ જાહેર કરતા હત્યાની આરોપી સામે ભત્રીજાની ફરીયાદ લઈ ગુનેગારને પકડવા પોલીસે તજવીજ હાથ ધરેલ છે.
ચોટીલા પંથકમાં દારૂના કટીંગ માટે સ્વર્ગ ગણાય તેવા અનેક વિસ્તારો આવેલ છે આસપાસના અનેક બુટલેગરો આ પંથકમાં કટીંગ કરતા હોય છે ત્યારે થોડા મહિના પહેલા ખેરાણા વાડી વિસ્તાર માંથી હત્યારાઓનો ૨૫ લાખનો ઇગ્લીશ પકડાયેલ જેની બાતમી મરણજનારે આપેલ હોવાની શંકાથી આ હત્યાનો બનાવ બનેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ઉપર અનેક ગુનાઓ નોંધાયેલ છે પ્રોહીબિશન નો બુટલેગર છે તેમજ હત્યારા અને ભોગબનનાર કાકા મોટા બાપાના ભાઈઓ થાય છે. ત્યારે જાણે કાયદાનો કોઇ ખોફ જ ના હોય તેમ દિન દહાડે કરપીણ હત્યા નિપજાવી નાસી છુટેલ છે.
લોહીયાળ ઝગડામાં ભોગ બનનાર સવારે રાજપરા નજીક આવેલ તેમના સુરાપુરા ની જગ્યાએ હતા, મારે ચાલીને જવાની માનતા હતી ચોખા શાક નો પ્રસાદ તેને બનાવેલ બધાએ પ્રસાદ લીધો દોઢ બે વાગે પાચવડા જવા નીકળેલ હતા અમે હજુ રાજપરા જ હતા ત્યાં ઘટનાની જાણ થયેલ. ભોગ બનનાર ખેતી થકી ગુજરાન ચલાવતા પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્ર અને તેમના પત્ની છે. આશંકાને કારણે ઝગડાએ ભોગ લેતા પરિવારનો માળો વિખાય ગયો છે.પોલીસને બાતમી આપ્યાની આશંકા એ હત્યાનો બનાવ બનેલ છે. એક જ પરિવારના ફરીયાદી અને આરોપીઓ છે. આરોપીઓ ને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી રહ્યા છીએ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.અસામાજિક ગુનાહિત પ્રવૃતિઓને ડામવા પોલીસને ખાનગી રાહે બાતમી મળતી હોય છે યા તો મેળવતા હોય છે ત્યારે પાચેક મહિના પહેલા પડેલ દારૂનો દરોડો ભોગબનનારે પડાવ્યાની શંકાને કારણે હત્યાનો બનાવ બનતા આરોપીને શંકા કેમ ઉપજી તે અંગે તપાસ જરૂરી બનેલ છે. હાલ આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય પંથકમાં બનેલ છે.

 

(11:37 am IST)