Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પાટણવાવ પાસે છકડો રીક્ષામાંથી ૪૮ હજારના બાયોડીઝલ ભરેલા ચાર બેરલ સાથે એક ઝડપાયો

પાટણવાવ પોલીસનો દરોડોઃ ઉપલેટાના મજેઠી ગામના યોગેશ ચાવડાની ધરપકડઃ પ્રદિપ મીયાત્રાની શોધખોળ

રાજકોટ, તા. ૨૩ :. પાટણવાવ પાસેથી પોલીસે બાતમીના આધારે છકડો રીક્ષામાં બાયોડીઝલ ભરેલા ચાર બેરલ સાથે એક શખ્સને ઝડપી લઈ રૂ. ૧.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી વિગત મુજબ પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઈ. વાય.બી. રાણા તથા દિવ્યરાજસિંહ પઢીયાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કાથરોટા ચીચોડ રોડ ખોડીયાર મંદિર પાસેથી જી.જે. ૩ વાય. ૫૨૬૬ નંબરની છકડો રીક્ષાને શંકાના આધારે રોકી તલાસી લેતા રીક્ષાની પાછળ ચાર બેરલમાં બાયોડીઝલ ભરેલા મળી આવતા પોલીસે ઉપલેટાના મજેઠી ગામના યોગેશ ભોજાભાઈ ચાવડા (ઉ.વ. ૨૫)ને પકડી લીધો હતો અને પ્રદીપ દાનાભાઈ મીયાત્રાનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

(12:50 pm IST)