Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જામનગર એરફોર્સના કર્મચારીનો ડીસના કેબલથી ગળે ફાંસો ખાઇને રહસ્યમય આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગર એરફોર્સના કર્મચારીના રહસ્યમયી આપઘાતથી ખળભળાટ મચી ગયો છે. ડીસટીવીના કેબલ વડે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. કર્મચારીના મૃતદેહનો સીટી સી ડીવીઝન પોલીસે કબ્જો સંભાળ્યો છે. એરફોર્સના કર્મીના મૃતદેહનું પીએમ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.આપઘાતનું કારણ અકબંધ છે પ્રાથમિક જાણકારી મુજબ તેનું નામ રામચંદ્ર હોવાનુ઼ જાણવા મળ્યું છે.

(12:53 pm IST)