Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમરેલી જીલ્લામાં કોરોનાનો ફુંફાડોઃ વધુ ૬ કેસઃ રાજુલામાં એક જ પરિવારના ૩ સભ્યો પોઝીટીવ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. ગુજરાતમાં નોંધાયેલા કોરોનાનાં કુલ ૩૪ કેસમાંથી જિલ્લા કક્ષાએ સૌથી વધુ કેસ સાથે ગુજરાતમાં જિલ્લા મથકોમાં અમરેલી પ્રથમક્રમે આવ્યુ છે અને અમરેલી જિલ્લામાં ફરી કોરોનાનો ફુંફાડો માર્યો હોય તેમ ર૪ કલાકમાં કોરોનાનાં ૬ કેસ આવ્યા હોય ફફડાટ ફેલાયો છે.

જિલ્લામાં કેટલાય સમયથી ઝીરો થઇ ગયેલ કેસ વચ્ચે એક જ દિવસમાં એક સામટા ૬ કેસ આવતા આરોગ્ય તંત્રમાં પણ ચિંતાની લાગણી સાથે તાકીદના પગલાઓ શરૂ કરી દેવાયા છે. રાજૂલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે અને સાવરકુંડલામાં બે કેસ નોંધાયા છે.

મુંબઇથી આવેલ વ્યકિત પોઝીટીવ આવી હોય આ તમામને કવોરન્ટાઇન કરી સંક્રમણ વધારે ન ફેલાય તેના માટે પોઝીટીવ આવેલા લોકોની તપાસ કરી અને આસપાસના સેમ્પલ લેવામાં આવ્યા છે તથા તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ થઇ રહી છે.

(12:54 pm IST)