Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વેરાડ ગામે ૬૬ કે.વી સબસ્ટેશન ભુમીપુજન

 ખંભાળીયા : વેરાડ ગામે ૬૬ કેવીનું ભુમિ પૂજન રાજયના પુર્વ ઉર્જામંત્રી ચીમનભાઇ સાપરીયાના હસ્તે યોજાયુ હતુ. જેમાં પુર્વ મંત્રી મુળુભાઇ બેરા, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ તથા ભાણવડ શહેર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેરાડ ગામે ૬૬ કેવી સબ સ્ટેશન બનવાની વેરાડ, માનપર, ફતેપુર તથા આંબરડી સહિતના ગામોને જે વીજ સમસ્યા અપુરતા વોલ્ટેજ છે. તે દૂર થઇ જશે. ખેડુતો તથા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

(12:58 pm IST)