Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દ્વારકામાં મેહમુદ બાલાગામીયા ૨૬૮ બોટલ દારૂ સાથે ઝડપાયોઃ લાખા રબારી ફરાર

(વિનુભાઈ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા, તા. ૨૩ :. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીનાઓએ દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સૂચના કરતા એલસીબીના પોલીસ ઈન્સ. જે.એમ. ચાવડાનાઓની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફના માણસો દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા.

દરમ્યાન એએસઆઈ અજીતભાઈ બારોટ, ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ. અરજણભાઈ મારૂનાઓને મળેલ હકીકત આધારે ટીવી સ્ટેશન દ્વારકા ખાતે રહેતા મેહમુદભાઈ ઉર્ફે મેમલો નુરમામદભાઈ બાલાગામીયાવાળાના કબ્જા મકાને ગે.કા. ઈંગ્લીશ દારૂની રીક્ષામાં હેરાફેરી કરતા મકાને રેઈડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૨૬૮ કિં. રૂ. ૧,૦૭,૨૦૦ તથા એક મોબાઈલ કિં. રૂ. ૫૦૦૦ તથા એક બજાજ રીક્ષા કિં. રૂ. ૩૦,૦૦૦ સાથે મળી કુલ રૂ. ૧,૪૨,૨૦૦નો મુદામાલ પકડી પાડી નીચે જણાવેલ નામવાળા આરોપી વિરૂદ્ધ પો. હેડ કોન્સ. લાખાભાઈ પીંડારીયાએ પો. હેડ કોન્સ. મસરીભાઈ આહિર રૂબરૂ ફરીયાદ આધારે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ અર્થે આરોપી તથા મુદામાલ સોંપી આપેલ છે.

પોલીસે મેહમુદભાઈ ઉર્ફે મેમલો નુરમામદભાઈ બાલાગામીયા રહે. ટીવી સ્ટેશન દ્વારકાને ઝડપી લીધો છે. જ્યારે લાખાભાઈ રબારી રહે. રાણપર ગામની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં એલસીબી પો. ઈન્સ. જે.એમ. ચાવડાનાઓની સૂચના મુજબ પો.સ.ઈ. એસ.વી. ગળ ચર, પો.સ.ઈ. પી.સી. શીંગરખીયા, એએસઆઈ દેવસીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટીયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ. મસરીભાઈ આહીર, બોઘાભાઈ કેશરીયા, લાખાભાઈ પિંડારીયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(12:59 pm IST)