Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પવન સામાન્ય થતા ઓછી સ્પીડે સવારથી ગિરનાર રોપ-વે શરૂ

ચોથા દિવસે અશંતઃ રોપ -વે સેવાનો પ્રારંભ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૩: આજે પવન પ્રમાણમાં સામાન્ય થવાથી ઓછી સ્પીડે સવારથી ગિરનાર રોપ-વે સેવા પુર્વવત કરવામાં આવી હતી.

મંગળવારથી ગિરનાર પર્વત પર ૮૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે યાત્રીકોની સલામતી માટે બંધ રાખવાની ફરજ પડી હતી.

ત્રણ દિવસ બંધ રહયા બાદ આજે સવારથી અંશતઃ રોપ-વે શરૂ થયો છે.

ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીસે સવારે ટેલીફોનીક વાતચીતમાં    જણાવ્યું હતું કે પવનની ઝડપમાં ઘટાડો થતા નોર્મલ કરતા ઓછી સ્પીડથી સવારથી રોપ-વે શરૂ કરવામાં આવેલ.

આજે પુનમ હોવાથી ગિરનાર અંંબાજીના દર્શનાર્થીઓનો ધસારો હોવાનું જણાવી ેેતેઓએ વધુમાં જણાવેલ કે ગિવરનાર પર્વત પર વીઝીબીલીટી પણ ખુબ જ છે થી પ્રવાસીઓને દર્શન કરી વહેલા પરત ફરવાની વિંનંતી કરવામાં આવી હતી. અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

(2:51 pm IST)