Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરેન્‍દ્રનગર : હોસ્‍પીટલ કર્મીઓના ઉપવાસ આંદોલન દરમિયાન એકની તબિયત લથડી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલના આઉટસોર્સીંગ કર્મીઓને નોટીસ આપ્યા વગર છુટ્ટા કર્યાની રજૂઆત અને આંદોલન છતા પરત લેવાયા નહતા.

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલના આઉટસોર્સીંગ કર્મીઓને નોટીસ આપ્યા વગર છુટ્ટા કર્યાની રજૂઆત અને આંદોલન છતા પરત લેવાયા ન હતા.આ અંગે પોલીસ અધિક્ષક કચેરીમાં આવેદન છતાં પરત ન લેવાતા કર્મીઓ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જેમાંના એકની તબીયત લથડતા સારવારઅર્થે લઇ જવાયા હતા.

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પીટલમાં આઉટસોર્સીંગ વર્ગ-4ના કર્મીઓને છુટ્ટા કરવામાં આવતા રોષની લાગણી ફેલાઇ હતી. આથી અર્જુન બારૈયા, વાઘેલા ભરત, સોલંકી મુકેશ, અવિનાશ વાઘેલા સહિતનાઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, જિલ્લા તબીબી અધિકારી સહિતને સંબોધી લેખિત રજૂઆત કરવા છતા 7 કર્મચારીઓએ કામે પરત લીધા ન હતા.આથી તો 5-7-21થી ગાંધી હોસ્પીટલ પ્રાંગણમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા.આમ રજૂઆતો આંદોલન છતા કોઇ કાર્યવાહી ન થતા તા.19-7-21થી આ કર્મચારીઓ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે.

ત્યારે ગુરૂવારના રોજ વિક્રમ વિનુભાઇવાળા નામના ઉપવાસીની તબીયત લથડી હતી. અને ચક્કર આવવાની અને બેહોશ થવાની ફરીયાદ કરતા ગાંધી હોસ્પીટલ સારવાર અર્થે લઇ જવાયા હતા.આમ 17 દિવસના ઉપવાસ આંદોલન છતા અધિકારીઓએ મુલાકાત ન લેતા ઉપવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.આ અંગે ઉપવાસીઓએ જણાવ્યુ કે અમોને કોઇ પણ નોટીસ આપ્યાવગર ગેરકાયદેસર રીતે છુટ્ટા કર્યા છે. અમો ઉપવાસીઓમાંથી કોઇને પણ કાંઇ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશેની ચીમકી આપી હતી.

(10:29 pm IST)