Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાવનગર તંત્રનો કડક નિર્ણય : મહાનગરપાલિકાના કોઈ પણ પરિસરમાં કે જાહેર સ્થળોમાં વૅક્સિનેશન સર્ટિ પ્રવેશ નહીં મળે

વેક્સિનનું સર્ટી હશે તો જ મળશે એન્ટ્રી :ફરવા લાયક સ્થળો પર પણ નિયમ લાગુ કરાયો

આજથી ભાવનગર મહાનગરપાલિકાની હસ્તકની ૧૮ મિલ્કતમાં કોરોના વિરોધી રસી લીધી હશે તો જ પ્રવેશ મળશે. અને જો કોઈ રસી લીધા વગરનું ધ્યાન પડશે તો ખાતરી કર્યા બાદ તેમણે સ્થળ પર જ વેક્સિન આપવામાં આવશે તેની જાણકારી પણ મેયર દ્વારા આપવામાં આવી છે.

  મહાપાલિકાની મુખ્ય કચેરી, તરસમીયા-આખલોલ જકાતનાકા-ઝોનલ કચેરી, તમામ વોર્ડની વોર્ડ કચેરી, અકવાડા લેઈક ફ્રન્ટ, બોરતળાવ બાલવાટીકા, સરદારબાગ-પિલગાર્ડન, કૈલાસવાટીકા, બંને સ્વીમીંગ પુલ્સ, ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ, અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ સંકુલ, તખ્તસિંહજી હોલ-બોરતળાવ, કોમ્યુનીટી હોલ-અખીલેશ સર્કલ, મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક પાર્કીંગ-ગંગાજળીયા તળાવ, ગંગાજળીયા તળાવ અને નારી તળાવ, પરશુરામ પાર્ક ગાર્ડન-સુભાષનગર, કોમ્યુનીટી હોલ-વાલ્કેટગેટ, યુસીડી વિભાગ હસ્તકના તમામ નાઈટ શેલ્ટર અને સીએલસી સેન્ટર વગેરે સ્થળનો સમાવેશ થાય છે.

  જો કે ૧૮ વર્ષથી નીચેના બાળકો અને યુવાનોને નિયમ લાગુ પડશે નહી. મહાપાલિકાની તમામ મિલ્કતો અને સેવાઓના પ્રવેશદ્રાર ઉપર આજથી જ કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યા છે, અને જેમને કોરોના ની વેકસીન લીધી છે તેવા લોકોને જ આ મિલકત માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.આટલું જ નહીં પરંતુ આ તમામ જગ્યાઓ પર કોરોના વેકાઈનેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જે લોકોએ કોરોના રસી લીધી નથી તેમને ત્યાં જ સ્થળ પર કોરોના ની રસી આપવામાં આવી રહી છે.

(8:55 pm IST)