Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કચ્છના જખૌ પાસેથી મળેલ જીવંત વિસ્ફોટકનો રાજકોટની બીડીએસ ટીમ દ્વારા નાશ :

ડ્રગ્સ ઝડપાયાના સમાચારો વચ્ચે જખૌના દરિયામાં વિસ્ફોટક સામગ્રી મળતાં એજન્સીઓ થઈ એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ:::: એકબાજુ કચ્છમાં મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાયાના સમાચારોની ચર્ચા છે તે વચ્ચે બીજી બાજુ જખૌના દરિયામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતાં એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જખૌના ખીદરત ટાપુ ઉપર એક બોક્સ અને પાઈપ તણાઈ આવ્યા હતા. આ અંગે સ્થાનિક માછીમારોએ આ શંકાસ્પદ વસ્તુઓ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં પોલીસ, બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓએ સાવધ બની તપાસ હાથ ધરી હતી. તેમાં તણાઈ આવેલ ગોળાકાર સ્ટીલ પાઇપમાં વિસ્ફોટક હોવાની શંકાના આધારે રાજકોટની બોમ્બ ડીસ્પોઝલ ટીમને બોલાવી વિસ્ફોટક રિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે વિસ્ફોટકનો રાજકોટની બીડીએસ ટીમ દ્વારા નાશ કરાયો હતો. આ વિસ્ફોટક કેવી રીતે અહીં પહોંચ્યા તે અંગે એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

(9:20 am IST)