Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

હળવદ : કોંગ્રેસના મહામંત્રીપદે વિનોદભાઇ

હળવદ : મોરબી જીલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે મોરબી જીલ્લા ભરવાડ સમાજના યુવા અગ્રણી વિનોદભાઇ નાથાભાઇ ડાભીની નિમણુક કરવામાં આવી છે. વિનોદભાઇ ડાભી અને તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને માલધારી સમાજના અગ્રણી સ્વ. નાથાભાઇ ડાભીના દિકરા વિનોદભાઇ ડાભીને જિલ્લા કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મહામંત્રીપદે નિમણુંક અપાઇ તે તસ્વીર.

(10:37 am IST)