Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મૃતકની બહેન સાથે આરોપીને પ્રેમ સંબધ હતો

વઢવાણમાં ખાટકી યુવાનની હત્યા રચનાર તરત જ ઝડપાઇ ગયો

વઢવાણ,તા.૨૨ : વઢવાણ, ધોળીપોળ, બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર જાહેરમાં આરોપી સુરજ ગોવિંદભાઇ ઝાલા રહે.રતનપર, રાજકોટ બાયપાસ રોડ, રજવાડુ હોટલ સામે વાળાએ મરણ જનાર શાહરૂખ ઉર્ફે સ્ટાર અહેમદભાઇ બાબીયા (ખાટકી) ઉવ.રર રહે.વઢવાણ, ખારવા રોડ, પોલીસ લાઇન પાસે, ખાટકીવાડ વાળાને છરીના ઘા મારી મોત નિપજાવેલ હોય જે અંગે મરણ જનારના પિતા અહેમદભાઇ ઇબ્રાહીમભાઇ બાબીયા રહેવઢવાણ ખારવા રોડ, ખાટકીવાડ વાળાએ ફરીયાદ આપેલ જે ફરીયાદમાં આ કામના આરોપીને ફરીયાદીની દિકરી (મરણ જનારની બહેન) શાબેરા સાથે પ્રેમ સબંધ હોય અને તેની સાથે લગ્ન કરવા માંગતો હોય પરંતુ ફરીયાદીએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ લગ્ન નહીં કરાવો તો ગમે ત્યારે ઉપાડી લેવાની ધમકી આપેલ જે વાતનું મન દુઃખ દાઝ રાખી આરોપીએ મરણજનાર શાહરૂખ ઉર્ફે સ્ટારને તીક્ષ્ણ છરીથી શરીરે આડેધડ ધા કરી ગળાના ભાગે, છાતીના ભાગે, દુટીના ભાગે તથા બરડામાં જીવલેણ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે અન્વયે ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ વઢવાણ પો.સ્ટે. ગુ.ર.ન ૧૧૨૧૧૦૫૫૨૧૦૫૬૩ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાવેલ.

ઉપરોકત ગુન્હા અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટ એમ.ડી.ચૌધરીની આગેવાનીમાં એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, ગુના વાળી જગ્યાની વિઝીટ કરી તેમજ આરોપી ગુનો કરી નાસેલ તે રસ્તાના નેત્રમ આધારે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ મેળવી, આરોપી અંગેની પુર્ણ માહીતી મેળવી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી આરોપીના સગાસબંધી તેમજ મળી આવે તેવા આશ્રય સ્થળોએ તપાસ કરતા આરોપી સુરજસિંહ ગોવિંદભાઇ ઝાલા ઉવ.૨૩ રહે.રતનપર, રાજકોટ બાયપાસ રોડ, રજવાડુ હોટલ સામે વાળાને શોધી પકડી મજકુર આરોપીને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સદરહું ગુનો કરેલાની કબુલાત આપતા મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ વઢવાણ પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવેલ છે.

 એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી. ચૌધરી  તથા પો.સબ. ઇન્સ. વી.આર. જાડેજા  તથા એ.એસ.આઇ.એન.ડી. ચુડાસમા તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ અભેસંગભાઇ તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા સંજયસિંહ ધનશ્યામસિંહએ રીતેની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ખુન કેશના આરોપીને પકડી પાડેલ છે.

(10:38 am IST)