Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માળિયા પંથકમાં બાયોડીઝલનું વેચાણ કરનાર બે ટ્રકને મામલતદાર ટીમે ઝડપ્યા

અર્જુનનગર નજીકથી બાયો ડીઝલના બેરલ ભરેલા બે ટ્રક મામલતદાર ટીમે ઝડપી લીધા: લાખોનો મુદામાલ કબ્જે

માળિયા પંથકમાં બાયોડીઝલનો કાળો કારોબાર હજુ પણ ચાલતો હોય હાઈવે પર ટ્રકમાં બાયો ડીઝલ લઈને વેચાણ કરાતું હોય ત્યારે આજે મામલતદાર અને નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા બાયો ડીઝલ વેચાણ કરનાર બે ટ્રકને ઝડપી લઈને લાખોનો મુદામાલ કબજે લીધો છે
  માળિયા પંથકમાં બાયો ડીઝલના વેચાણને રોકવા મામલતદાર ટીમ કાર્યરત હોય દરમિયાન  અર્જુનનગર નજીકથી બાયો ડીઝલના બેરલ ભરેલા બે ટ્રક મામલતદાર ટીમે ઝડપી લીધા હતા માળિયા મામલતદાર ડી સી પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી અને મહેશભાઈ વ્યાસ સહિતની ટીમ દ્વારા બે ટ્રક અને બે ડ્રમ જપ્ત કરવામાં આવ્યા છે અને બાયો ડીઝલ સહીત કુલ રૂ ૩૦.૨૫ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બાયો ડીઝલ જથ્થો જપ્ત કરીને મામલતદાર ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:03 am IST)