Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન.

ધોરણ ૦૬ થી ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક વર્કશોપ 

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે..

આ વર્કશોપનો હેતુ બાળકો ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે અને આ હેતુને ધ્યાને લઈ તા.૨૪/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન ધોરણ ૦૬ થી ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન થનાર છે.
મોરબી જિલ્લામાંથી ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, વ્હોટ્સએપ મોબાઈલ નંબર, ધોરણ, સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી વિગત સાથે આધારકાર્ડનો સ્પષ્ટ ફોટો જિલ્લા યુવા વિકાસ અધિકારી ના ઈમેલ આઈડી : dydomorbi36@gmail.com પર તા. ૦૯/૧૦/૨૦૨૧ સુધી મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.

(11:08 am IST)