Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબીમાં મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા અને યોજનાઓ અંગે જાગૃતિ લાવવા તાલીમ વર્ગ યોજાયો.

મોરબી : મોરબીમાં મહિલા અને બાળ વિકાસના સહયોગથી ઉમા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય અને યોજનાઓ અંગે જાગૃતિ આવે તે માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે મોરબીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઉમા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા સ્થાનિક બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તથા મહિલાઓ મહિલાલક્ષી વિવિધ વિભાગોની સરકારી યોજનાઓની માહિતી મેળવીને લાભ મેળવે તેવા આશયથી મહિલા અને બાળ વિકાસ, ઈ.ડી.પી., મહિલા આર્થિક વિકાસ નિગમ – ગાંધીનગર વગેરે વિભાગો દ્વારા તાલીમ વર્ગનું આયોજન બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો 85 જેટલી બહેનો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઇ, ઈ.ડી.પી. ગાંધીનગરથી કેશુભાઈ, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરથી અમિતભાઇ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, જિલ્લાના અગ્રણી મહિલા કાર્યકર મંજુલાબેન, હંસાબેન, જયશ્રીબેન તથા ઉમા ફાઉન્ડેશનના હર્ષાબેન સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(11:12 am IST)