Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબી : નવયુગના રમતવીરનો નેપાળમાં ડંકો, કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

મોરબી જીલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું.

મોરબી :નેપાળ ખાતે આયોજિત કબડ્ડી સ્પર્ધામાં મોરબીની નવયુગ વિધાલયના વિદ્યાર્થી સહીત જીલ્લાના બે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ જીતી લાવ્યા હોય ત્યારે નવયુગ વિધાલય દ્વારા વિજેતા ખેલાડીનું વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું
તાજેતરમાં નેપાળ ખાતે 4th TAFTYGAS INTERNATIONAL YOUTH GAMES યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યા હોય જેમાં નવયુગ વિધાલયના વિદ્યાર્થી શેરશીયા આદિત્ય વિજયભાઈ જે ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરે છે તેઓએ ગોલ્ડ મેડલ જીતી નવયુગ વિધાલય અને મોરબીનું ગૌરવ વધાર્યું છે ત્યારે વિજેતા ખેલાડીનું વિજય સરઘસ શહેરના સ્વામીનારાયણ મંદિર શનાળા રોડ ખાતેથી તેના નિવાસ સ્થાન સરદારનગર 1 સુધી યોજાયું હતું તો નવયુગ સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા સહિતના સ્ટાફ પરિવારે શુભકામનાઓ પાઠવી હતી

(11:14 am IST)