Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તકના લેખક ડો. સતીષ પટેલનું સન્માન કરતા મોરબીના પુસ્તક પ્રેમીઓ.

ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક બાદ અભિનંદન વર્ષા

મોરબી : મોરબીના બાળરોગ નિષ્ણાંત ડો.સતીષ પટેલ લિખિત સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રથમ ક્રમે જાહેર કરી પારિતોષિક આપવામાં આવતા આજે મોરબીના પુસ્તક પ્રેમીઓ દ્વારા ડો.સતીષ પટેલનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
તબીબી સેવાઓની સાથે સાહિત્ય સુગંધ પ્રસરાવતા મોરબીના બાળરોગ નિષ્ણાંત ડો.સતીષ પટેલ દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેરું પદાર્પણ કરી અત્યાર સુધીમાં બાળ ઉછેર બે હાથમાં, હિન્દી આવૃત્તિ બચ્ચો કી પરવરીશ, ડોક્ટરનો સ્ટેથોસ્કોપ, ઇતિવાર્તા, આરોગ્યની આસપાસ આસપાસ અને પૂર્ણવિરામ બાદ દર્દીઓની વેદના અને ડોક્ટરની સંવેદનાના સચોટ પડઘા પાડતું પુસ્તક સ્ટેથોસ્કોપનો ધબકાર પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રથમ ક્રમે ઘોષિત કરી ડો.સતીષ પટેલને પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું છે.
મોરબીના ડોક્ટર કમ સાહિત્યકારની અનેરી સિદ્ધિ બદલ આજે મોરબીના પુસ્તકપ્રેમી ગ્રુપ દ્વારા ડો.સતીષ પટેલનું બહુમાન કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે ડો.સંજયભાઈ બાણુગરીયા, એડવોકેટ કાજલબેન ચંડીભમમ્મર, ધરતીબેન બરાસરા, ઘનશ્યામભાઈ ડાંગર, રવીન્દ્રભાઈ ભટ્ટ, ડો.પ્રેયસ પંડ્યા, ડો.રુચિ પંડ્યા, ડો.અમૃતલાલ કાંજીયા, જયેશભાઇ બાવરવા, દિનેશભાઇ વડસોલા, સંજયભાઈ બાપોદરિયા અને કિશોરભાઈ વાસદડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(11:23 am IST)