Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જસદણના શિવરાજપુરમાં ચૂંટણીને લઇને પોલીસ ફ્લેગ માર્ચ

જસદણ :  રાજકોટ જિલ્લા પંચાયત ની જસદણ તાલુકાની શિવરાજપુર બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ બેઠક હેઠળનાં શિવરાજપુર, કાળાસર, ગોખલાણા, આંબરડી, વડોદ, માધવિપુર સહિતના ગામડાની અંદર જસદણ પીઆઈ કે. જે. રાણાની આગેવાની હેઠળ પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રચારની પોલીસે દરેક રાજકીય પક્ષોને અપીલ કરી હતી. શિવરાજપુર બેઠકના જિલ્લા પંચાયતનાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉમેદવાર  રણજીતભાઇ મેણીયાનું કોરોનામાં અવસાન થતાં આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. (તસ્વીર- અહેવાલ : ધર્મેશ કલ્યાણી, હસામુદ્દીન કપાસી : જસદણ)  

(11:33 am IST)