Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઉનામાં ફોગીંગ તથા દવા છંટકાવ

ઉના : વેરાવળ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં મેલેરિયા તથા ડેન્ગ્યુનો ભય ફેલાયો છે. ત્યારે સીવીલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનેક કેસો નોંધાઇ ચૂકયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે પોરાનાશક અને ફોગીંગ સહિતની કામગીરીઓ ચાલી રહી છે. ડેન્ગ્યુના કેસ મળ્યા હોય તેવા ઘરોની આસપાસના પ૦ જેટલા મકાનોમાં સઘન પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બાકી રહેતા વિસ્તારોમાં પણ વહેલી તકે દવાનો છંટકાવ અને ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે. ફોગીંગની તસ્વીર.

(11:35 am IST)