Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જસદણ તાલુકાના વિરનગર પાસે આવેલ વાડી માલિકના ખુન કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ

રાજકોટઃ જસદણ તાલુકાના વીરનગરવાળા ફરિયાદી ગિરધરભાઈ ઉર્ફે ગીધાભાઇ પોપટભાઈ વેકરીયા એ તા.૨૯/૬/૨૧ના રોજ એવિ ફરિયાદ આપેલ કે  તેમની વાડીએ રેહતા તેમના ભાઈ ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયા રાત્રિના સમયે ખાટલા ઉપર સુતા હોય તે દરમ્યાન કોઈ અજાણ્યા વ્યકિતી ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈને સાડી જેવા કપડા વડે મોઢા તેમજ નાક ઉપર તેમજ ગળા ઉપર મુંગો આપી  મોત નિપજાવી નાખેલ તે સબબની આટકોટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા આટોકોટ પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી કલમ ૩૦૨નો ગુનો નોંધી તપાસ કરવામાં આવેલ હતી.

 ત્યારબાદ આટકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી પોલીસ તપાસ દરમ્યાન કેસની હકીકત મુજબ ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયાની વાડી ભાગે રાખેલ પ્રતાપ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સંજય વેરશીભાઈ ચારોલિયા તા.૨૯/૬/૨૧ના રોજ આટકોટ પોલીસ માં જાણ કરેલ કે અમારા વાડી માલિક ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયાને કોઈ સાડી જેવા કપડા વડે મોઢા તેમજ નાક ઉપર તેમજ ગળા ઉપર મુંગો આપી  મોત નિપજાવી  નાખેલ છે  જેથી આટકોટ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ કરેલ અને ગુજરનારના ભાઈને આ અંગે જાણ કરતા તે પણ બનાવ સ્થળે પોહચી ગયેલ અને કોઈએ તેમના ભાઈ ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયા  ની હત્યા કરી ને ભાગી ગયેલ છે. જેથી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસ તપાસમાં ગુજરનારની વાડીએ રેહતા તેમના જ ભાગ્યા રાખેલ પ્રતાપ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સંજય વેરશીભાઈ ચારોલિયાએ વાડી માલિક  ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયાને સાડી જેવા કપડા વડે મોઢા તેમજ નાક ઉપર તેમજ ગળા ઉપર મુંગો આપી મારી નાખેલ છે ને તેને જ સામેથી પોલીસને ગેર માર્ગે દોરવા બનાવની ખોટી હકીકત જણાવેલ હતી તેમજ આરોપીએ પોલીસ ને કબૂલાત આપેલ કે ગુજરનારને તેમની વાડીના જુપડામાં આવી આરોપીના પત્ની સાથે બીભત્સ માગણી કરેલ હતી અને પોતે ઘરે હાજર ન હોય તેવા સમયે ગુજરનાર ઘરે આવીને તેના પત્ની સાથે ચેનચડા કરતા હોય જેથી તેને એવો વિચાર આવેલ કે પોતે ઘરે હાજર ન હોય ત્યારે તેના વાડી માલિક તેના પત્ની સાથે કાઇ કરીના નાખે તે વાત નો સતત વિચાર આવતા રાખતા તેને રાત્રિના સમયે કોઈ વાડી એના હોય ત્યારે વાડીએ જઇ ગોબરભાઈ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરીયા સુતા હોય ત્યારે તેનું ગળુ દબાવી મારી નાખેલ છે તેવું નિવેદન આપતા પોલીસએ આરોપી ની ધરપકડ કરી  નામદાર કોર્ટમાં રજુ કરેલ હતો  નામદાર કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ. આરોપીએ  જેલમાથી તેમના વકીલ વિજયરાજસિંહ એસ જાડેજા મારફત નામદાર સેસન્સ કોર્ટ રાજકોટ ખાતે રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરવામાં આવેલ હતી  બચાવપક્ષ ના વકીલ  દ્વારા બનાવ નજરે જોનાર નો કોઈ પુરાવો નથી તેમજ ચાર્જશીટના પેપર્સમાં કોઈ એવો પુરાવો નથી કે આરોપી સામે પ્રાઇમફેસી કેસ પુરવાર થાય તેમજ વિવિધ ઉચ્ચ અદલતોના સાઈટેશન રજુ કરતા બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખતા રૂપિયા ૨૫૦૦૦ ના જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપીના એડવોકેટ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતા.

(11:37 am IST)