Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગોંડલના હડમતાળા ગામે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર અજય વાળાની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે ગોંડલ તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે.

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧ર : ગોંડલ તાલુકાના હડમતાળા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરાને એક શખ્સે હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હડમતાળા ગામે રહેતી સગીરા વાડીએથી ખાંડ લેવા ગામમાં ગઇ હતી અને પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં અજય સંજયભાઈ વાળા નામના શખ્સે આંતરી બાવડું પકડી મારમારી ઝાડની કાટમાં લઇ જઇ મોઢા પર ડૂચો દઈ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬ ૩૬૦ ૩૪૧ ૩૨૩ ૩૨૬ તથા પોકસો એકટ છ મુજબ ગુનો નોંધી ગણત્રીના કલાકોમાં ૪ આરોપી અજયવાળાને દબોચી લઇ ધરપકડ કરી હતી.

(11:38 am IST)