Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જુનાગઢ જિલ્લાના આંબાજળ, હસ્નાપુર સહિત ૧૦ ડેમ ૧૦૦ ટકા પાણીથી છલોછલ

૭ ડેમના એકથી બે દરવાજા ખુલ્લા રખાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકથી નોંધપાત્ર વરસાદના વાવડ નથી. જો કે જિલ્લાના ૧૦ ડેમો ૧૦૦  ટકા પાણીથી છલોછલ હોવાનું જાણવા મળ્યું છે.

આજે સવારે જુનાગઢ સિંચાઇ વિભાગના સબ ફોકલ ઓફીસર અને કાર્યપાલક ઇજનેરએ જારી કરેલી યાદી મુજબ જુનાગઢ જિલ્લાના ૧૦ ડેમ ૧૦૦ ટકા પાણીની છલોછલ હોવાનું જણાવાયું છે.

વિસાવદર પાસેનો આંબાજળ, ઝાંઝેશ્રી, ધ્રાફડ તેમજ માણાવદર નજીકનો બાંટવા ખારો અને વંથલી પાસે આવેલ ઓઝત વંથલી, સાબલપુર તેમજ જુનાગઢ નજીક આવેલ ઓઝત-બે, હસ્નાપુર ઓઝત વિયર આણંદપુર અને ઉબેણ વિયર કેરાળા ડેમમાં પાણીનો જથ્થો ૧૦૦ ટકા હોવાનું જળાવાયું છે.

આ ડેમો પૈકી બાંટવા ખારો ડેમના ૧૬માંથી એક દરવાજો ઓઝત શાપુરના ૧૦ દરવાજામાંથી બે દરવાજા, ઓઝત વંથલીના ૧ર દરવાજામાંથી બે ગેઇટ, સાબલી ડેમના ૧૧ ગેઇટમાંથી એક દરવાજો અને ઓઝત-બે ડેમના કુલ રપ દરવાજામાંથી બે દરવાજા ખોલવામાં આવ્યા હોાવનું જણાવાયું છે. 

(12:47 pm IST)