Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગરના ફલ્લામાં ર ઇંચ વરસાદ

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા.ર૩ : જામનગર જીલ્લાના ફલ્લામાં આજે સવારના ૬ થી બપોરના ૧૧ વાગ્યા સુધીમાં ર ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું અને મેઘરાજા તૂટી પડયા હતા. અને ર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતુ઼. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(12:47 pm IST)