Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગરમાં દારૂ સાથે દિગ્વિજયસિંહ અને જયેન્દ્રસિંહ જાડેજાની ધરપકડઃ રૂ.પ.૩૦ લાખનો મુદામાલ જપ્ત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૩ : પોલીસ અધિક્ષક  દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડયેની સુચના અને માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ. ઇન્સ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પો. હેઙ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા ફૈઝલભાઇ ચાવડા તથા પો. કોન્સ. કિશોરભાઇ પરમારને ચોકકસ સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે નાગનાથ સર્કલ, હાલાર હાઉસ પાસે અમુક ઇસમો હોન્ડા ડબલ્યુ આર.વી. કાર રજી.નં.જી.જે.૦૧.એચ.ડબલ્યુ.૦૦૯૧ તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી.નં. જી.જે.૧૦.ટી.ટી.૭૧૮૯માં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી છે જે હકિકત આધારે આરોપીઓ દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા બચુભા જાડેજા  જાતે ગીરા ઉ.વ.પપ રહે. ગોકુલધામ સોસાયટી પ્લોટ નં.૧૪૧, ગાંધીનગર રોડ, રિલાયન્સ બિલ્ડીંગ સામે,જામનગર જયેન્દ્રસિંહ ઘેલુભાં જાડેજાના જાતે ગીરા ઉ.વ.૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે. ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં.૧, રોડ નં.ર, જામગનર વાળાઓને ભારતીય  બનાવટના અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ ર૪૦ કિ. રૂ.૧,ર૦,ર૦૦૦ની તથા હોન્ડા ડબલ્યુ. આર.વી. કાર રજી.નં.જી.જે.૦૧, એચ.ડબલ્યુ-૦૦૯ કિ. રૂ.ર લાખ તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં.જી.જે.૧૦.ટીટી ૭૧૮૯ કિ. રૂા ર લાખ તથા મોબાઇલ ફોન નંગ ર કિ. રૂ.૧૦,૦૦૦ ગણી કુલ કિ. રૂ.પ,૩૦,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ મજકુરને સદર દારૂ બાબતે પુછતા ભાવેશ કાંતીભાઇ ગોહીલ રહે. નવાગામ ઘેડ, વાળાને આપવાનો હોવાનું તથા અરવિંદ પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતા જે બંન્ને ફરારી જાહેર કરી ચારેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા  પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે અને પો. ઇન્સ. કે.જે.ભોયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પો. ઇન્સ. કે.જે.ભોયે તથા પો. સબ ઇન્સ. વાય.બી. રાણા તથા પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, મુકેશસિંહ રાણા, તથા પો. કોન્સ. હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:48 pm IST)