Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાણવડ પાલીકામાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ

'આપ' નાં એક ઉમેદવારનું ફોર્મ રદઃ ૭ર ઉમેદવારો મેદાનમાં : એક જ અપક્ષ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૩: દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ નગર પાલીકાની બોડી સુપરસીડ થતા ચૌદ મહીના માટે યોજાનાર ચુંટણીમાં ૭ર ઉમેદવારોમાં વોર્ડ નં. ૧ માં આપના ઉમેદવારનું ફોર્મ રદ થતા તેના સ્થાને અગાઉ ભાજપમાં રહેલા મહીલા અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ છે જે ૭રમાં માત્ર એક જ અપક્ષ છે. બાકી તમામ જગ્યાએ  આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ત્રિપાંખીયો જંગ છે.

ભાજપ દ્વારા  સાંસદ પૂનમબેન માડમ, પુર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, શહેર પ્રમુખ જીતુભાઇ જોશી, પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી, જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા તથા શહેર પ્રભારી યોગેશભાઇ મોટાલીના માર્ગદર્શન હેઠળ પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં જીલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પાલીકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા પ્રચાર કાર્યમાં જોડાયા હતા.

કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જી.પં. સદસ્ય કે.ડી.કરમુર, જી. મહામંત્રી એભાભાઇ કરમુરના માર્ગદર્શન હેઠળ પ્રચાર કાર્ય શરૂ કર્યુ છે. તો પ્રથમ વખત ભાણવડ લડતા આપ દ્વારા અગ્રણી ઇશુદાન ગઢવી, જીલ્લા અધ્યક્ષ કે.જે.ગઢવીના માર્ગદર્શનમાં ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આપ પાર્ટી કોને નડે અને કોને ફાયદો કરાવશે તે તરફ મીટ મંડાઇ છે.

(12:49 pm IST)