Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પ્રેસ કલબ સાવરકુંડલા દ્વારા આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમ 'તુમ મુઝે યૂં ભૂલા ન પાઓગે' યોજાયો

છે સૂરનો સંગાથ હવે સાજ પણ છે તેની સાથ, બસ આ ઢળતી ચાંદની અને થોડી બાકી છે રાત !! પ્રમુખ સૂર્યકાંત ચૌહાણ અને ઇકબાલ ગોરીને શાલ ઓઢાડાઇ

સાવરકુંડલા તા. ૨૩ : પ્રેસ કલબ સાવરકુંડલા દ્વારા શહેરનાં ઓપન એર થિયેટરમાં 'સંગીત સંધ્યા'નો એક સુમધુર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા સહિત સાવરકુંડલાના અગ્રણી સંગીત પ્રેમી વેપારી સહભાગી બન્યા હતા. અમરેલી સાંસદ, નારાયણભાઈ કાછડિયા સાવરકુંડલા લીલીયા ધારાસભ્ય, પ્રતાપ દુધાત રાજુલા ધારાસભ્ય,અમરીશ ડેર શહેર જિલ્લા ભાજપના કૌશિક વેકરિયા સહિતના સાવરકુંડલાના પદાધિકારીઓ શહેરનાં અધિકારીગણની હાજરીમાં સાવરકુંડલા પ્રેસ કલબના પરિવારજનો, શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં અમરેલી રાજકોટ અને અમદાવાદ શહેરનાં નામાંકિત ગાયકો અને મ્યુઝિકલ પાર્ટી દ્વારા યોજાયો હતો.

માત્ર કલા સંગીત અને સંસ્કૃતિનું જતન કરવાનાં ઉદ્દેશથી સાવરકુંડલા પ્રેસ કલબની ટીમે સતત જહેમત ઉઠાવી અને માત્ર સાવરકુંડલા નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રેસ કલબની એક અનોખી પહેચાન પ્રસ્થાપિત કરી અને આ કોરોનાનાં કપરાં કાળમાં લોકરંજન લોકભોગ્ય બને અને પ્રેસ કલબનાં પરિવારો પણ પોતાના અંગત જીવનમાં થોડી માનસિક રાહત મેળવી શકે એ પણ અત્યંત જરૂરી.

પોલીસ અને પત્રકાર જગતે હમેશાં વિપરીત પરિસ્થિતિમાં પણ લોકો સુધી સાચી અને વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કરાવવા માટે સતત કામગીરી કરતાં હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાના પરિવારને પણ થોડી યાદગાર સુખદ પળો પ્રાપ્ત થાય એ પણ તંદુરસ્ત જીવન માટે જરૂરી હોય આ કાર્યક્રમનું આયોજન માત્ર વિલુપ્ત થતાં સાંસ્કૃતિક વારસાનું જતન કરી દેશને પુનઃ એ લોકભોગ્ય સાંસ્કૃતિક ઊંચાઈએ લઈ જવાનો એક અનોખો અને ભાતીગળ પ્રયાસ કર્યો છે.

આમ તો સંગીત, સૂર અને સાજ પરસ્પ માનવીય ચેતનાને અંકુરિત  કરવામાં આવ્યું. સંગીતની મહેફીલમાં એક કરતાં એક ચડિયાતા હિંદી ફિલ્મ જગતનાં સર્વશ્રેષ્ઠ ગીતોનો ગુલદસ્તો પેશ થતાં સમગ્ર શ્રોતાગણ તરબતર થઈ ગયો હતો. પક્ષાપક્ષીથી પર રહી સંગીત એ ઐશ્વરીય ઉપહારને માણવાનો અનેરો અવસર મળ્યો. પ્રારંભમાં પૂ. ભકિતરામ બાપુ અને આમંત્રિત મહેમાનો સાંસદ, ધારાસભ્યો સાવરકુંડલા અને રાજુલા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર્ડ દાતાશ્રી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રેસ કલબના તમામ પત્રકારોની હાજરીમાં દીપ પ્રાગટય વિધી સંપન થઈ. પૂ. ભકિતરામ બાપુએ પત્રકારત્વની મહત્તા અને તેના કાર્યોની નોંધ લઈને સતત લોકતાંત્રિક વ્યવસ્થા અને મૂલ્યોનું જતન અને સંવર્ધન માટે પત્રકારોની એક આગવી ભૂમિકા છે એ સ્વીકારી સોને શુભાશિષ પાઠવ્યા હતાં. પલભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે જૂઠા હી સહી, તુમ મુઝે યૂં ભૂલા ન પાએગો, આપકી નજરોંને સમજા, પ્યાર કે કાબિલ મુજે, ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય, સોલા બરસકી બાલી ઉમર કો સલામ, તુમ જો મિલ ગયે હો તો યે લગતાં હૈ કિ જહાઁ મિલ ગયાં જેવા અનેક યાદગાર ગીતો પરિવારની એક અનોખી યાદ બની ગઈ.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ બગડાએ કરીને લોકોનાં દિલ ડોલાવી દીધા. આ કાર્યક્રમમાં પ્રેસ કલબ પરિવારનાં 'કલરવ' અને 'દેવાંશે' પણ પોતાની સંગીત કલા પીરસી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાવરકુંડલા પ્રેસ કલબનાં પ્રમુખ સૂર્યકાંત ચૌહાણ અને ઇકબાલ ગોરીનું શાલ ઓઢાડીને જાહેર સ્વાગત કરવામાં આવ્યું હતું.કુદરતી વાતાવરણ પણ પ્રેસ કલબની ફેવરમાં રહ્યું હતું મેઘો પણ પ્રેસ કલબ પ્રત્યે મહેરબાન થયો અર્થાત્ આસમાન સ્વચ્છ હતું અને ચંદ્રમાની ભરપૂર શીતળ રોશનીનો પણ લોકોને લાભ મળ્યો હતો.

એકંદરે પ્રેસ કલબ પરિવાર અને આમંત્રિત મહેમાનોએ આ સંગીત સંધ્યાનો કાર્યક્રમ મનભરીને માણ્યો હતો. આમ પ્રેસ કલબની જહેમત રંગ લાવી હતી. ભવિષ્યમાં પણ ખૂબ સારા અને સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન થાય તેવાં કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ઘતા પણ પ્રેસ કલબ દ્વારા વ્યકત કરવામાં આવી.

આ પ્રસંગે સાવરકુંડલા લાયન્સ કલબ દ્વારા પ્રેસ કલ્બ ના તમામ સદસ્યો નું સન્માન પણ જાહેરમાં કરવામાં આવેલું ત્યારે સમગ્ર કાર્યક્રમને પ્રેસ કલબના તમામ મેમ્બરો કારો બારી સદસ્યો હોદેદારો એવા સૂર્યકાન્ત ચૌહાણ, ઇકબાલ ગૌરી, મહેન્દ્ર બગડા, દિલીપ જીરૂકા, કેતન બગડા, જીગ્નેશ ગળથીયા, ઈંદ્રિશ જાદવ, મયુર ટાંક, પાંધી સર, યોગેશ ઉનડકટ, હરેશ ખુમાણ, સાહિલ શેખ, રવિન્દ્ર યાદવ, સુભાષ સોલંકી, યશપાલ વ્યાસ, નાસીર ચૌહાણ, દિપક પાંધી, પ્રિયંક પાંધી, રાહુલ બગડા સહિતના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ હરેશભાઈ ખુમાણની યાદીમાં જણાવાયું છે.

(12:51 pm IST)