Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કચ્છના રાપર તાલુકાના બેલામાં ૭ અને મોવાણા ગામે પ ઇંચ વરસાદ

સર્વત્ર પાણી-પાણીઃ અનેક તળાવો,નદી, નાળા, ચેકડેમ છલકાયાઃ કચ્છીમાડુઓના હૈયે ટાઢક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. કચ્છના રાપર તાલુકામાં સાંબેલા ધાર વરસાદ વરસ્યો છે. બેલા ગામમાં સાત અને મોવાણા ગામમાં પાંચ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. રાપર તાલુકાના બેલા ગામમાં સાત ઇંચ વરસાદ પડતાં ગામના તમામ તળાવો છલકાઇ ગયા છે.

મોવાણા ગામમાં પણ પાંચ ઇંચ ઉપર વરસાદ પડતાં ગામ પાણી પાણી થયુ છે. રાપર શહેરમાં આજે બપોરે વાગ્યા સુધી ત્રણ ઇંચ થી શહેરના નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે.

કચ્છના રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી મેઘાવી માહોલ સાથે મેઘરાજા મહેરબાન  થયા હતા અને વરસાદ તૂટી પડયો હતો. મેઘ મહેરથી કચ્છીમાડુઓના હૈયે ટાઢક વળી છે. 

(3:25 pm IST)