Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાનો કેસ નોંધાયો: એક્ટિવ કેસની સંખ્યા ડબલ ફિગરની થઈ

છેલ્લા બે દિવસમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી

ભાવનગર : ભાવનગરમાં આજે પણ કોરોના નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોના ના  એક્ટિવ કેસની સંખ્યા ડબલ ફિગરની થઈ છે.

ભાવનગરમાં ગઈકાલે કોરોના ના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 થવા પામી છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

(8:43 pm IST)