Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબીમાં લાયસન્સ વિના સિક્યુરીટી એજન્સી ચલાવતો શખ્શ ઝડપાયો: એસઓજી ટીમે આરોપીને ઝડપી લીધો.

મોરબી જીલ્લામાં લાયસન્સ વગરની પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા શખ્શને  સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી પાટિયા નજીક પીપળી રોડ પર આવેલ એફિલ વિટ્રીફાઈડ પ્રા. લી. કારખાનામાં આરોપી સંજયકુમારસિંગ અવધેશકુમારસિંહ રાજપૂત (ઉ.વ.૪૧) રહે હાલ એફિલ વિટ્રીફાઈડ ટીંબડી પાટિયા મોરબી મૂળ રહે બિહાર વાળા પાસે પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ના હોવા છતાં કારખાનામાં સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતો હોય જે આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.
જે કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજા, એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલા અને પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(9:58 pm IST)