Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીના ઘૂટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

મોરબી ;તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂટુંના સંયુક્ત ઉપક્રમે આજે ઘૂટું પીએચસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ યુનિટ બ્લડ કલેક્ત કરવામાં આવ્યું છે

રક્તદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર શૈલેષ પારજીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પંચાસરા, સુપરવાઇઝર એચ. ઓ. પાંચોટિયા તેમજ આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, સિવિલ હોસ્પિટલ મોરબીના સ્ટાફની ટીમે ઉપસ્થિત રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

(12:58 am IST)