Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જાતિ આધારિત વસ્‍તી ગણતરી - ઓ.બી.સી આદિવાસી દલિત અને લઘુમતી ૮૨% વસ્‍તી આધારિત બજેટᅠ - બોર્ડ નિગમોમાં જન સંખ્‍યા આધારિત ગ્રાન્‍ટ ફાળવો : વિધાનસભા કોંગ્રેસ દ્વારા માગણી - ગૃહમાંથી વોક આઉટ

સાવરકુંડલા : કોંગ્રેસ પક્ષ દ્વારાᅠવિધાનસભા ગૃહમાં જાતિ આધારિત વસ્‍તી ગણતરી કરવા અને ઓ.બી.સી આદિવાસી દલિત અને લઘુમતી ૮૨% વસ્‍તી આધારિત બજેટ ફાળવવા તથા બોર્ડ નિગમોમાં જન સંખ્‍યા આધારિત ગ્રાન્‍ટ ફાળવવા માંગણી કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્‍ય અમિત ચાવડા કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્‍યો દ્વારા ઓબીસી એસસી એસટી અને લઘુમતી સમાજના હક માટે આવાજ ઉઠાવવામાં આવ્‍યું જાતિ આધારિત વસ્‍તી ગણતરી કરવા દરેક સમાજને સરકાર દ્વારા પૂરતું બજેટ ફાળવવામાં આવે અને વસ્‍તી આધારિત પૂરતું પ્રતિનિધિત્‍વ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી અને માંગણીઓના અનુસંધાને ગૃહમાંથી વોક આઉટ કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીર - અહેવાલ : ઈકબાલ ગોરી - સાવરકુંડલા)

(10:23 am IST)