Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી, વેરાવળનો ૧૬મો યુવક મહોત્‍સવ- સંસ્‍કૃત શોભાયાત્રા

પ્રભાસ પાટણ,તા. ૨૩ : સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી, વેરાવળના ૧૬મા યુવક મહોત્‍સવનો ઉદ્‌ઘાટન સમારોહ યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો. તદ્‌્‌ પૂર્વે ટાવર ચોક, વેરાવળથી સંસ્‍કૃત શોભાયાત્રાનો પ્રારંભ વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી અને યુનિવર્સિટીના કા. કુલપતિ ડો. લલિતકુમાર પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યો. યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાત ભરમાંથી પધારેલા તમામ સ્‍પર્ધકો, અધ્‍યાપકો/અધ્‍યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણે આ યાત્રામાં ભાગ લીધો. યુનિવર્સિટી પરિસરમાં વાજતે ગાજતે પહોંચેલી સંસ્‍કૃત શોભાયાત્રાનું સ્‍વાગત  કા. કુલપતિ ડો. લલિતકુમાર પટેલે કર્યું, યુવક-મહોત્‍સવનો ધ્‍વજ ફરકાવ્‍યો અને મશાલની યથોચિત સ્‍થાને સ્‍થાપના કરાવી. યુનિવર્સિટી કુલસચિવ ડો. દશરથ જાદવે તમામ સ્‍પર્ધકો પાસે ખેલદીલીપૂર્વક રમવાની અને યુનિવર્સિટીનું ગૌરવ વધારવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સંસ્‍કૃત શોભાયાત્રાનું સંચાલન જયોતિષનાં પ્રાધ્‍યાપક ડો. રમેશચંદ્ર શુક્‍લએ કરેલ હતું. અન્‍ય કામગીરી શારીરિક શિક્ષણના પ્રાધ્‍યાપક ડો. જયેશકુમાર મુંગરાએ કરી હતી.

ત્‍યારબાદ ઉદ્‍ઘાટન સમારોહની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલસચિવ ડો.દશરથ જાદવે સૌનું સ્‍વાગત કર્યું તથા સૌને મંચસ્‍થ મહાનુભાવોનો પરિચય કરાવી ૧૬મા યુવક મહોત્‍સવ અંગે સૌને અવગત કરેલ. મંચસ્‍થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટી ન્‍યૂઝલેટર  સોમજયોતિ અંક - ૩૩નું વિમોચન કરવામાં આવ્‍યું.

સમારોહના વિશિષ્ટ અતિથિ એવા વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ ૧૬મા યુવક મહોત્‍સવના ઉદ્‌ડઘાટનમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલ નિર્ણાયકશ્રીઓ, ટીમ લીડરશ્રીઓ અને પ્રતિસ્‍પર્ધિઓનું વેરાવળ નગરમાં હાર્દિક સ્‍વાગત કર્યું. પ્રભાસ પાટણની ભૂમિ અતિ પવિત્ર, પાવનકારી અને સર્વ દર્શનોની સાધના ભૂમિ છે. રમત-ગમતના માધ્‍યમથી સર્વ દર્શનોનું ભાથું લઇ જવા સૌને હાકલ કરી.

અત્રેના સારસ્‍વત અતિથિ એવા પ્રો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદીએ મંચસ્‍થ મહાનુભાવોનો પરિચય સંસ્‍કૃત શ્‍લોકમાં પ્રસ્‍તુત કર્યો.તેમણે કહ્યું કે UGC 12(B) સ્‍ટેટસ, NAAC A+ ગ્રેડ, નિયમિતરુપે વિવિધ પ્રકાશનો, યુનિવર્સિટી શોધપત્રિકા ૬ શોધજયોતિનો UGC CARE Listમાં સમાવેશ અને નિયમિતરૂપે યુનિવર્સિટી ન્‍યુઝલેટર સોમજયોીતનું પ્રકાશન સ્‍વયં સોમનાથ સંસ્‍કૃત યુનિર્સિટિની ગૌરવગાથા છે.

કાર્યક્રમના અતિથિ વિશેષ એવા પ્રો.ચેતન ત્રિવેદીએ કહ્યુ કે, “Youth Festival is a mixture of Sports and Arts.'સ્‍પર્ધા એક પ્રકારની યોજના છે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(2:15 pm IST)