Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ભાવનગરની કંપનીને પાટીના શખ્‍સે રૂા. ૧૩ લાખનો ચૂનો લગાડયો

ભાવનગર તા.૨૩ : ચિત્રા જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીમાંથી રૂ.૧૩ લાખની કિંમતનો પ્રોફાઈલ કટીંગનો લોખંડનો માલ ખરીદી બોટાદ જિલ્લાના પાડી ગામના શખ્‍સે બિલની રકમ નહીં ચૂકવતા કંપનીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગતો મુજબ કાળાનાળા, શિલ્‍પીનગર, વીટી એપાર્ટમેન્‍ટમાં રહેતા અને જી.આઇ.ડી.સી. ચિત્રામાં પ્‍લોટ નં. ૧૨/૨ માં આગમ ઈંપેક્‍સ નામની કંપની ધરાવતા ધર્મિનભાઈ ચંદ્રકાંતભાઈ શાહે બોટાદ જિલ્લાના પાટી ગામમાં રહેતા કમલેશભાઈ મનજીભાઈ મોરડીયા વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, કમલેશભાઈ મોરડીયાએ તેમની કંપનીમાંથી રૂ, ૧૨,૯૪,૯૬૫ની કિંમતનો પ્રોફાઈલ કટીંગનો લોખંડનો માલ ખરીદી કોઈપણ પ્રકારનું પેમેન્‍ટ નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતᅠ કર્યો હતો.

આ અંગે બોરતળાવ પોલીસે પાટીના શખ્‍સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)